ટ્રેન હડફેટે અજાણ્યા વ્યકિતનું મોત
શહેરના મોરબીરોડ પર વેલનાથ પરા સામે આવેલ જલશાહી સોસાયટી બેડી ચોકડી પાસે અમદાવાદ હાઈવે તરફ જતા પુલની વચ્ચે આવેલ રેલવેના પાટાપર આજે સવારે એક અજાણ્યા વ્યકિતનું વંદે ભારત ટ્રેન હડફેટે મોત થયું હતું.
બનાવ પગલે બી ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ હિતેશભાઈ કોઠીવાળ અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ દોડી ગયા હતાં. મુતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.
સુત્રોના જણાવ્યા મુજબ મૃતકની ઉમર આશરે 40 વર્ષ છે. તેને આપઘાત કર્યો કે આ બનાવ અકસ્માતનો છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત મૃતકની ઓળખ કરવા તજવીજ કરાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.