સરકારે મદદ કરી હવે વિદ્યાર્થીઓ આભાર માને - At This Time

સરકારે મદદ કરી હવે વિદ્યાર્થીઓ આભાર માને


પાટણ, તા. 08 ઓગસ્ટ 2022 સોમવારપાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ માન્ય સરકારી, ગ્રાન્ટેડ, બિન અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક અજીબોગરીબ આદેશ બહાર પાડ્યો છે.સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ બાળકોને અપાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભના બદલામાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.પત્રમાં જણાવ્યા અનુસાર ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1 થી 12 તથા ઉચ્ચ શિક્ષણ માટે જુદી-જુદી ખાસ વિવિધ સહાયની જોગવાઈઓ કરવામાં આવે છે. તે પૈકી શાળાના ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જુદી-જુદી જે યોજનાની સહાય આપવામાં આવે છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને દરેક વિદ્યાર્થી પાસે લખાવવા અંગે નિયામક, ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા 6 ઓગસ્ટની બેઠકમાં નક્કી થયુ હતુ. જેથી વિદ્યાર્થીઓને 'માન.પ્રધાનમંત્રીશ્રીનુ કાર્યાલય, સાઉથ બ્લોક, રાયસીના હીલ, ન્યુ દિલ્હી-11001' આ પ્રકારના એડ્રેસ આપીને તે સરનામે પત્ર મોકલવા માટે કહેવામાં આવ્યુ છે. તેમજ આ પોસ્ટકાર્ડ લખીને પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ 12 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવા કહેવામાં આવ્યુ છે. ખાસ કરીને પોસ્ટકાર્ડના પાછળના ભાગે વિદ્યાર્થીનુ નામ તેમજ સરનામુ લખવા પણ જણાવાયુ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.