રાહત / આ પ્રાઈવેટ બેંકના કસ્ટમર્સ માટે ખુશખબર, એફડીના વ્યાજદરોમાં વધારો - At This Time

રાહત / આ પ્રાઈવેટ બેંકના કસ્ટમર્સ માટે ખુશખબર, એફડીના વ્યાજદરોમાં વધારો


ભારતીય રિઝર્વ બેંકે મે અને જૂન મહિનામાં બે વખત રેપો રેટમાં વધારો કર્યો છે. ત્યારથી તમામ બેંકોએ તેમની લોન સતત મોંઘી કરી છે. હવે લોકો માટે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે જેમ કે હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન વગેરે. આ સાથે બેંકોએ તેમના બચત બેંક ખાતા પર ઉપલબ્ધ વ્યાજ દરમાં પણ વધારો કર્યો છે. આ સાથે બેંકોએ તેમના એફડી ખાતાના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. દેશની મોટી બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક સહિત ઘણી બેંકોએ તેમની એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સાથે તાજેતરમાં સિટી યુનિયન બેંકે પણ તેની એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

સિટી યુનિયન બેંક એફડી રેટ હાઈક એ તેની 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. આ નવા દરો 20 જૂન 2022ના રોજ લાગુ કરવામાં આવ્યા છે. બેંક સામાન્ય લોકોને 4 ટકાથી 5.25 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે બેંક સામાન્ય લોકો કરતા સિનિયર સિટીઝનને વધુ વ્યાજ દર પણ ઓફર કરી રહી છે. તો ચાલો જાણીએ લેટેસ્ટ રેટ-

સિટી યૂનિયન બેંક 2 કરોડથી ઓછી એફડી પર મળે છે આ વ્યાજ

  • 7 થી 14 દિવસ - 4.00%
  • 15 દિવસથી 45 દિવસ - 4.10%
  • 46 દિવસથી 180 દિવસ -4.20%
  • 181 દિવસથી 270 દિવસ-4.25%
  • 271 દિવસથી 1 વર્ષ -4.75%
  • 365 દિવસથી 399 દિવસ - 5.25%
  • 400 દિવસ-5.40%
  • 401 દિવસથી 699 દિવસ સુધી - 5.35%
  • 700 દિવસ સુધી-5.55%
  • 701 દિવસથી 3 વર્ષ - 5.30%
  • 3 વર્ષથી 10 વર્ષ - 5.25%

આ બેંકોએ વધાર્યો એફડી પર વ્યાજદર

ઉલ્લેખનીય છે કે સિટી યુનિયન બેંક સિવાય પણ ઘણી બેંકોએ અહીં તેમના વ્યાજ દરો વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિત ઘણી બેંકોએ એફડી વ્યાજ દરમાં વધારો કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.