દામનગર વ્યા.ભા. ની દુકાન ના દરવાજે ગટર નું ઢાંકણ તૂટી ગયા ની અનેક ફરિયાદ પછી પાલિકા તંત્ર ગંભીરતા નથી - At This Time

દામનગર વ્યા.ભા. ની દુકાન ના દરવાજે ગટર નું ઢાંકણ તૂટી ગયા ની અનેક ફરિયાદ પછી પાલિકા તંત્ર ગંભીરતા નથી


દામનગર શહેર માં પ્રાથમિક સુવિધા માટે લોકો લબડી રહ્યા છે જૂની શાકમાર્કેટ થી અજમેરા શોપિંગ તરફ જતા રસ્તા માં જાહેર વિતરણ વ્યવસ્થા ની દુકાન ના દરવાજા પાસે ભૂગભ ગટર નું ઢાંકણ તૂટી ગયા ની ફરિયાદ અનેક વખત પાલિકા તંત્ર ને કરાય છે પેવર બ્લોક ની દુકાનો માંથી ઉચા આવે તો લોકો ના પ્રશ્ન સાંભળે ને ? લાખો રૂપિયા ના ખાનગી કોન્ટ્રાકટર ચૂકવાય છે પણ પ્રાથમિક સુવિધા ઓનું યોગ્ય મેન્ટનેસ ઉપર કોઈ ની દેખરેખ ખરી સ્થાનિક પાલિકા ના સત્તાધીશો ને પોતા ની ઉન્નતિ સિવાય ક્યાં કોઈ ની પીડા દેખાય છે ગમે તે કરો એમાં મારુ શુ ? ની વાત પહેલા આવે આવી નાની નાની સમસ્યા થી લોકો ફરિયાદ કરતા પણ બંધ થયા કારણ કાઈ પણ મળે તેમ હોય તો શાસકો ધ્યાન આપે ને ? ગટર ના ઢાંકણ માં કંઈ મળે થોડું ? ખૂબ મોટી સંખ્યા માં મહિલા વડીલો અને બાળકો ની ચહલ પહલ ધરાવતા આ માર્ગ ઉપર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નો અન્ન પુરવઠો લેવા આવતા હોય તેમ છતાં પાલિકા તંત્ર એક ઢાંકણું નથી બદલી શક્તિ સુરત શહેર માં ભૂગર્ભ ગટર માં બાળક પડી જવા ની તાજેતર ની ઘટના ઉપર થી સત્તાધીશો એ બોધપાઠ લેવો જોઈ એ ઢાંકણ બદલી જોખમ મુક્ત રસ્તો કરવો જોઈ 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image