બોટાદ ખાતે બુદ્ધ પુર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ - At This Time

બોટાદ ખાતે બુદ્ધ પુર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ


બોટાદ ખાતે બુદ્ધ પુર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ

તારીખ ૦૫/૦૫/૨૦૨૩ ના દિવસે વિશ્વ વંદનિય મહાકારૂણી તથાગત ગૌતમ બુદ્ધ ની ૨૫૬૭ મી જયંતી નિમિત્તે ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે બોટાદ ખાતે પ્રથમવાર ધમ્મ પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ ધમ્મ પદયાત્રા નું પ્રસ્થાન સી.એલ.ભીકડીયા સાહેબનાં હસ્તે અશોક સ્થંભ મુક્તિધામ થી કરવામાં આવેલ પદયાત્રા નો રૂટ મુખ્ય માર્ગ જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ,રેલ્વે અંડરબ્રીજ,ખસ રોડ થી "રાજગૃહ" સુધી કરવામાં આવેલ ધમ્મ પદયાત્રા નું સમાપન "રાજગૃહ" ખાતે ધમ્મ દેશના. પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના કરવામાં આવેલ અને બુદ્ધ જયંતિ પ્રસંગ અનુરૂપ મુકુંદરાય મુંધવા.સુનિલભાઈ ચાવડા.પ્રિતેશભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. પરેશભાઈ રાઠોડ દ્વારા ધમ્મ પ્રવચન આપવામાં આવેલ ધમ્મ પદયાત્રા ને બોટાદ ખાતે સફળ બનાવવાં માટે પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધીરાજ બૌધ્ધ.વિઠ્ઠલભાઈ બોળીયા. રવજીભાઈ વાટુકીયા.ધીરૂભાઈ રોજાસરા. અલ્પેશભાઈ સાકરીયા. વિજયભાઈ વાળા.ભોળાભાઈ. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ ચૌહાણ. પ્રવિણભાઇ ડોડીયા. જયેશભાઈ મકવાણા. પ્રવિણભાઇ વાઘેલા.પાર્થ રાઠોડ સહિત કાર્યકરોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. ધમ્મ પદયાત્રા માં બહેનો બાળકો. યુવાનો વડીલો સહિત મોટી સંખ્યામાં જોડાઈને બુદ્ધ પુર્ણિમા ની આનંદ ભેર ઉજવણી કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.