જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા નવમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા નવમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 19 10 2023 થી 21 10 2023 એમ ત્રણ દિવસ પાલનપુર ડાયટમાં ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી વરૂણવાલ સાહેબ અને ડાયટ ના પ્રાચાર્ય શ્રી પી.એમ.બારડ સાહેબના વરદ હસ્તે ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો હતો.પાલનપુર ડાયેટના સિનિયર લેક્ચર અને ડી.આઇ.સી મેડમ શ્રી વર્ષાબેન પ્રજાપતિ અને એમની ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અનોખી રીતે કામગીરી કરતા 50 શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજૂ કર્યા હતા. ભાભર તાલુકાના ખડોસણ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પરમાર હિતેષકુમારે પણ પોતાનું ઇનોવેશન "ઇતિહાસ જાણવાના સ્ત્રોતો" શીર્ષક હેઠળ રજૂ કર્યું હતું. ધોરણ છ ના વિષય સામાજિક વિજ્ઞાન ના પ્રથમ એકમ "ચાલો ઈતિહાસ જાણીએ" અંતર્ગત બાળકોને વિષય પ્રવેશ કરાવવા આ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.બાળકો પ્રાચીન ઇતિહાસને જાણે, સમજે, ઓળખે તથા પોતાના જીવનમાં ઉપયોગ કરતા શીખે અને પ્રાચીન ઇતિહાસથી ગૌરવની લાગણી અનુભવે તે મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. ડાયટ પરિવાર દ્વારા પ્રમાણપત્ર, ટ્રોફી, ઇનોવેશન બુકલેટ અને ઓફિસ બેગ થી સન્માનિત હિતેષકુમારે પોતાના શિક્ષણકાર્યથી લોકમાનસમાં પોતાનું આગું સ્થાન મેળવ્યું છે.આ ઇનોવેશન સમગ્ર ગુજરાતના દરેક બાળકો તેમજ શિક્ષકોને ઉપયોગી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.