સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે, અમને કોઇની બીક નથી’ કહી પતિ માર મારતો
સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે કહી આહીર પરિણીતાને ત્રાસ આપતાં પટેલ ચોક પાસે રહેતાં પતિ સહિતના સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી મીરાબેન યાજ્ઞીકભાઇ જાટીયા (ઉ.વ.27) (રહે. રામેશ્વર વાડી, પટેલ ચોક, હરીધવા રોડ) એ આરોપી તરીકે પતિ યાજ્ઞીક દિનેશભાઈ જાટીયા સસરા દિનેશભાઇ રાયધનભાઈ જાટીયા સાસુ ભાવનાબેન જેઠ ભરતભાઇ અને જેઠાણી અંજનાબેનનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે ઘરકામ કરે છે. તેમના લગ્ન આશરે દશ વર્ષ પેહલા થયેલ છે, તેમને સંતાનમાં એક પુત્રી છે, તેમજ તેના સાસુ, સસરા, જેઠ, જેઠાણી હાલમા તેમની સાથે રહેતા નથી.
તેમના પતિ યાજ્ઞીકભાઇ દિનેશભાઇ જાટીયા અવાર નવાર નાની નાની વાતમા મેણા ટોણા મારી મને મારકુટ કરે છે, અને મને યેન કેન પ્રકારે શારીરીક ત્રાસ આપે છે. ગઇ તા.15ના રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ તેમના મોટાબેન રંજનબેનના ઘરે મળવા માટે ગયેલ હતી. ત્યારે તેના પતી યાજ્ઞીકભાઇ ત્યા આવેલ અને તને આ બધા માણસો જ ચડાવે છે તેમ કહીને બોલાચાલી કરવા લાગેલ અને જેમને બોલાચાલી નહી કરવાનુ અને શાંતી રાખવાનુ કહેતા તેમના પતિ એક્દમ ઉશ્કેરાઇ ગયેલ અને તેમને ગાલ ફડાકા ઝીંકી તથા માથા ઉપર મુક્કા મારવા લાગેલ ત્યા હાજર તેના મોટાબેન રંજનબેને સમજાવવા છતા તે શાંત થયેલ નહી, અને પેન્ટના નેફામાથી છરી કાઢીને મને મારવા દોડેલ હતો. ત્યારે ત્યાં હાજર રંજનબેને હાથ પકડી લેતા છરીથી નાક ઉપર છરકો થયેલ હતો.
જે બાદ તેઓ તેમના બહેનના ઘરે રોકાયેલ હતી અને બીજા દિવસે માથામાં તથા શરીરે દુખાવો થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેના પતિ યાજ્ઞીકભાઇ, સસરા દિનેશભાઇ રાયધનભાઇ જાટીયા, મારા સાસુ ભાવનાબેન, જેઠ ભરતભાઇ તથા જેઠાણી અંજનાબેન સહિતના તેમને માર મારી અવાર નવાર નાની મોટી બબાતે મેણા ટોણા મારી શારીરીક તથા માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા. તેમજ તેના પતી અવાર નવાર ત્રાસ આપી તારા બાપ પાસેથી રુપીયા પૈસા લઇ આવવાનું દબાણ કરતા હોય અને મોબાઇલ પણ જુટવી લીધેલ હતો. તેમજ સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે , તારાથી થાય તે કરી લેજે અમને કોઇની બીક નથી કહી તેમની પાસેથી સોનાના દાગીના લઇ લીધેલ હતાં અને સંતાનમાં માત્ર એક પુત્રી હોય , જેથી પુત્ર નહી હોવા બાબતે પણ મેણા ટોણા મારી ત્રાસ આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.