જસદણમાં ધો.૧૦ નું પરિણામ આજે જાહેર થતાં અનેક ઘરોમાં દિવાળી જેવો માહોલ - At This Time

જસદણમાં ધો.૧૦ નું પરિણામ આજે જાહેર થતાં અનેક ઘરોમાં દિવાળી જેવો માહોલ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની ગત માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું આજે શનિવારે ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ પર જાહેર થતાં મોટાં ભાગના ઘરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો જો કે કેટલાંક વિદ્યાર્થીઓ અમુક વિષયમાં નાપાસ થતાં તેમના વાલીઓએ ધરપત આપી હતી બીજી પરિક્ષામાં પાસ થઈ જઈશ આજે વહેલી સવારથી જ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવતાં જેની આતુરતા સાથે રાહ જોવામાં આવી હતી એમાંય કેટલાંય વિદ્યાર્થીઓ પાસ થતાં તેમની સાથે વાલીઓ પણ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા જસદણમાં રહેતી જીયાંશી હરેશભાઈ હીરપરા એ ૯૦.૩૪ પી આર મેળવતાં હીરપરા સહ પરિવારમાં ખુશાલીનું ઘોડાપુર છવાયું હતુ આ તકે જિયાંશીને તેમનાં દાદા દાદી માતા પિતા તથા શાળાના મોભી જયેશભાઈ રાદડીયા શ્રી કન્યા વિદ્યાલય એસ કે વી રાજકોટના શિક્ષકગણ એ શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યાં હતાં દરમિયાન જસદણમાં આજે પાસ થનારાં તમામ વિદ્યાર્થીઓને અભિનવ કલાસીસ વાળા જયંતભાઈ મોવલીયા, જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતનાંઓએ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે નાપાસ થનારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતનું ટેન્શન કે ઉદાસ થયાં વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થાય તે માટે અત્યારથી મહેનત કરે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.