અવસર લોકશાહીનો - At This Time

અવસર લોકશાહીનો


એક-એક મતની શક્તિ: બોટાદ જિલ્લાના કુંડલી ગામમાં મતદાર જાગૃતિ
અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ તાલુકાના કુંડલી ગામમાં મતદાનલક્ષી જાગૃતિ કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન, મતદાનનું મહત્વ અને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો અને મહિલાઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે માહિતી અને માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
ગ્રામજનોના મતદાનને લગતા પ્રશ્નો દૂર કરવાની સાથોસાથ પહેલી વખત મતદાન કરવા જઇ રહેલા મતદારો મુંઝવણ વગર મતદાન કરી શકે તે માટે વિવિધ નોડલ ઓફિસરો, સુપરવાઝરો અને સેક્ટર ઝોનલો દ્વારા ખાસ તકેદારી રાખી ગ્રામ્ય સ્તરે ઇવીએમ મશીન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.