ભુજની આર.આર.લાલન કોલેજ ખાતે લશ્કરી ભરતી મેળાની શરૂઆત કરાઈ - At This Time

ભુજની આર.આર.લાલન કોલેજ ખાતે લશ્કરી ભરતી મેળાની શરૂઆત કરાઈ


જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા અગ્નિવીર ભરતી રેલી તા.૧૪ થી ૨૩ સપ્ટે-૨૦૨૩ સુધી યોજાશે
ભુજ, ગુરૂવારઃ
સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ રીજીયનનાં ઉમેદવારો માટે ભુજની આર.આર.લાલન, ખાતે આજરોજ એટલે કે, તા.૧૪ સપ્ટે-૨૦૨૩થી અગ્નિવીર ભરતી રેલીની શરૂઆત થઇ છે. આ લશ્કરી મેળામાં જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર જનરલ ડ્યુટી (સિમ્પલ મેટ્રિક પાસ), સોલ્જર ટેક્નીકલ સોલ્જર નર્સીંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સ્ટોર કીપર અને સોલ્જર ટ્રેડમેનની અગ્નિવીરની ભરતી કરવામાં આવશે.
આ લશ્કરી ભરતી મેળામાં જુદા જુદા ટ્રેડ લાયકાત ધરાવતા રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારિકા, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, દીવ તેમજ મોરબી જિલ્લાના ઉમેદવારો જોડાઈ રહયા છે. આ લશ્કરી ભરતી મેળો તા.૨૩મી સપ્ટે-૨૦૨૩ સુધી ચાલુ રહેશે.
વધુમાં આ ભરતી મેળો આધુનિક સાધનો જેવા કે બાયોમેટ્રિક ડિવાઈસ, ઓટોમેશન ટુલ્સ અને સર્વિલન્સ સાધનોની મદદથી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઇ રહયો છે. આ અગ્નિવીર ભરતી રેલી માટે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તરફથી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય જરૂરી તમામ સાથ સહકાર મળેલ છે તેમ
ડાયરેક્ટર, આર્મી રિકૂટમેંટ ઓફીસ,જામનગરની યાદીમાં જણાવેલ છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.