ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે કચ્છ કોંગ્રેસ ના ધરણા - At This Time

ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે કચ્છ કોંગ્રેસ ના ધરણા


કેન્દ્ર તથા ગુજરાતની સરકાર ડ્રગ્સમાફિયા ના એજન્ટ ની ભૂમિકામાં.. યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ
કચ્છ જિલ્લા કોંગ્રેસ

અવારનવાર ડ્રગ્સ પકડાય છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે સરકારની તમામ એજન્સીઓ નિષ્ફળ નીવડી હોઇ રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે...

ડ્રગ્સના મુદ્દે ભુજ મધ્યે કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો...

કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી કચ્છ જિલ્લો ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સમાફિયાઓ માટે અને રાષ્ટ્ર વિરોધી તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે જે ભવિષ્ય માટે ખતરા રૂપ છે

કચ્છના અદાણી બંદરે લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારબાદ હાલમાં કચ્છ જિલ્લાના ગામડાઓમાં પણ દ્રગ્સની હેરાફેરી થઈ રહી છે તેવા સંજોગોમાં ખરેખર ભાજપની ડબલ એન્જિનની સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના આદેશથી ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા મથક ભુજ મધે જયુબલી ગ્રાઉન્ડ ખાતે ધરણાનો ઉગ્ર કાર્યક્રમ યોજાયો હતો

જેમાં લોકજાગૃતિ ના ભાગરૂપે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને જબરો પ્રતિસાદ મળ્યો હતો.

આ પ્રસંગે ભરતભાઈ સોલંકી તથા યજુવેન્દ્રસિંહ જાડેજાએ રોશપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છના દરિયાકિનારે તો ઠીક પણ હવે ગામોમાં પણ ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે તેના પરથી સાબિત થાય છે કે કેન્દ્ર તથા ગુજરાતની
સરકારો ડ્રગ્સમાફિયા ઓને ખુલ્લુ પ્રોત્સાહન આપી અને એજન્ટની ભૂમિકા ભજવી રહી છે જેનાથી કચ્છનો યુવાધન બરબાદ થઈ રહ્યો છે જેના માટે જવાબદાર ભાજપ સરકારની નિષ્ફળતા છે

ડ્રગ્સની આસાનીથી હેરાફેરી થઈ રહી છે તેના પરથી સાબિત થાય છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ એજન્સીઓ નિષ્ફળ નિવડી છે સરકારમાં બેઠેલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી આ સાથે "ડ્રગ્સ માફિયાની દલાલી બંધ કરો"

"ગૃહમંત્રી રાજીનામું આપો"
"યુવાધન બચાવો દેશ બચાવો"
"કચ્છને ડ્રગ્સની બદનામીથી બચાવો"

જેવા સૂત્રોચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ વિરોધ કાર્યક્રમમાં
ભરતભાઈ સોલંકી યજુવેન્દ્રસિંહ જાડેજા ધીરજ ગરવા
રફીકભાઇ મારા રામદેવસિંહ જાડેજા ચેતન જોશી
જુમાભાઇ નોડે
નિતેશ લાલણ ગનીભાઈ કુંભાર
દશરથસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જેઠવા લાખાજી સોઢા કિશોરદાન ગઢવી ડો.રમેશ ગરવા
ઇલ્યાસભાઈ ઘાંચી પુષ્પાબેન સોલંકી લક્ષ્મણભાઈ વાઘેલા ખાલસાજી
કાસમ સમા
મહેબૂબ પખેરીયા રાજેશ સોની
હાસમ સમાં
અશરફ સૈયદ
યોગેશ પોકાર
રજાક ચાકી
હરીસિંહ રાઠોડ શેરબાનુ ખલીફા ઘનશ્યામસિંહ ભાટી જેબુનીશા ખત્રી
સીમા રાજપૂત શેહઝાદ સમા
સબીર કુરેશી
નવીન હેંગણા ભીખાભાઈ ખલીફા સોનલબેન બોરીચા નરેશ ફુલીયા ભગત આદમભાઈ કુંભાર
ઉમેશભાઈ બોલીયા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે


+1917990935384
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.