કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા સંકલન બેઠક યોજાઈ
દાહોદ:-કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે દાહોદ જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા આવેલા પ્રશ્નો, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડના પ્રશ્નો,સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી દ્વારા સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી એ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો. બેઠકમાં બાકી સરકારી લેણાંની વસુલાત, પેન્શનના કેસોનો નિકાલ, આર.ટી.આઇ. ગ્રાહક સુરક્ષામાં આવેલી અરજીઓનો નિકાલ કરવા સુચનો કર્યા હતાં.
આ બેઠકમાં કલેકટર ડો હર્ષિત ગોસાવી એ સંજેલી ખાતે થનાર જિલ્લા કક્ષાની પ્રજાસતાક પર્વની ઊજવણી હર્ષોલ્લાસ સાથે થાય એ માટે સૂચનો કર્યા હતા. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, મહાનુભાવો અને લોકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી ઇમારતો પર રોશની, ઉપરાંત કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડોગ શો, હોર્સ શો યોજવામાં આવશે. તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે.
બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, અમોલ આવતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ વન સંરક્ષક રમેશ પરમાર, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી મીતેશ વસાવા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.