રાજકોટ: આજીડેમમાં મિત્રો સાથે ન્હાવા પડેલા 19 વર્ષીય યુવકનું ડૂબવાથી મૃત્યુ
ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 8 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાં બોટાદમાં 4, સુરતમાં 2 અને વડોદરામાં પણ એક યુવક ડૂબી જતાં મોત થયું હતું. ત્યારે રાજકોટમાં 1 યુવક જ્યારે જતા મોત નિપજ્યું છે.
રાજકોટમાં પણ ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. 19 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં ન્હાવા પડ્યાં હતા. જે પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 19 વર્ષીય યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જોકે, કેટલા યુવકો આજી ડેમમાં ન્હાવા ગયા હતા તે અંગેની માહિતી હજુ સુધી આવી નથી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.