રાજકોટમાં ઢોર પકડ પાર્ટીના કર્મચારીની બેરહેમીથી હત્યા - At This Time

રાજકોટમાં ઢોર પકડ પાર્ટીના કર્મચારીની બેરહેમીથી હત્યા


રાજકોટના 80 ફુટ રોડ ઉપર આંબેડકરનગર વિસ્તારમાં મહાનગર પાલિકાની ઢોર પકડ પાર્ટીમાં છેલ્લા ચારેક મહિનાથી કામ કરતા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખી આઠ શખ્સોએ પૂર્વયોજિત કાવતરું ઘડી યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકી ઢીકાપાટુનો મારમારી જીવલેણ ઇજાઓ કરી હત્યા નિપજાવી હતી.આ ઘટનાની જાણ થતાં જ થોરાડા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકના મૃત્યુદેહને તુરંત સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કરવા ખસેડાયો હતો.પોલીસે મૃતકના બનેવીની ફરિયાદ પરથી આઠ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી બે શખ્સોને સકંજામાં લીધા હતા.
વધુ વિગતો મુજબ,ભગવતીપરા શેરી.22માં રામાપીરના મંદિર પાસે જય મોગલ નામના મકાનમાં રહેતા મૃતકના બનેવી સુનિલભાઈ નાથાભાઈ ચાવડા(ઉ.વ.28)એ ફરિયાદમાં ગોપાલ કલા ગોહિલ,ભમો ઉર્ફે જીગ્નેશ પુંજાભાઈ ગોહેલ, ધર્મેશ કનુભાઈ ગોહેલ,હિતેશ કનુભાઈ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ રવિભાઈ મુછડીયા,મયુર ઉર્ફે એમ.ડી વિનુભાઈ દાફડા,નિતીન રવિ મુછડીયા અને મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઈ પરમાર વિરુદ્ધ કલમ 302,323,504,120(બી),143,147,148,149 અને જીપીએકટ 135(1)હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.
સુનીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું કડીયા કામની મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવુ છુ અને મારા પરીવારમાં મારી સાથે મારા પત્ની ઉષાબેન (ઉ.વ.25) તેમજ મારા બે બાળકો છે અને મારા માતા લીલાબેન જેઓ છેલ્લા બે વર્ષથી મારા માસી કૈલાશબેન સાથે 2હે છે.મારા પિતા નાથાભાઇ હયાત નથી.મારા લગ્ન રાજકોટ શહેર નવા થોરાળા મેઇન રોડ સ્વામીનારાયણ સ્કુલની સામે શેરી નં.01 માં રહેતા જીવણભાઇ મકાભાઇ મકવાણાની દિકરી ઉષાબેન સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા અને મારા સસરા જીવણભાઇ નાઓના પરીવારમાં તેમની સાથે તેમનો દિકરો સિધ્ધાર્થભાઇ ઉર્ફે રઘો(ઉ.વ.22) રહેતો હતો અને મારા સાસુ મીનાબેન હયાત નથી.
ગઇકાલ તા.01/02 ના રોજ રાત્રીના હું મારા ઉપર જણાવેલ રહેઠાણ પર મારા ઘરે હાજર હતો ત્યારે મારા મામાના દિકરા દિલીપભાઇ ચૌહાણનો મને ફોન આવ્યો હતો અને મને જણાવેલ કે તમારા સાળા સિધ્ધાર્થભાઇને અહીં આંબેડનગર શેરી નં.01 કાનાભાઇના મફતીયાપરા પાસે આઠ થી નવ જણા સાથે માથાકુટ થઈ છે.જેથી આ વાત મળતા હુ મારા ઘરેથી ત્યાં ગયો હતો અને ત્યાં પહોંચતા જોયુ તો માણસોના ટોળા હતા અને તે માણસોમાં ચીરાગભાઇ મકવાણા,હરેશભાઇ ખીમસુરીયા, અજયભાઇ જાદવ,રોહીતભાઇ રાઠોડ,દિપકભાઇ ખીમસુરીયા,કરણભાઇ ખીમસુરીયા,સુરેશભાઇ ખીમસુરીયા,મૌલીકભાઇ મકવાણા,મિહીરભાઇ ઝાલા,સંજયભાઈ મકવાણા,મારા સસરાના મોટાભાઇ દેવશીભાઇ મકવાણા,મારા મામાના દિકરા દિલીપભાઇ ચૌહાણ હાજર હતા.
ત્યારબાદ મે ત્યાં જોયુ તો મારો સાળો સિધ્ધાર્થ લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર બેભાન અવસ્થામાં પડેલ હતા અને તેને પહેરેલ ટોપી વાળુ સ્વેટર પણ લોહી વાળુ હતુ.જેથી મે ત્યાં હાજર દિલીપભાઇને બનાવ બાબતે પુછતા તેમણે મને જણાવેલ કે,રાત્રીના દસ કા સવા દસ વાગે નવા થોરાળા મેઇન રોડ શેરી નં.04 પાસે સિધ્ધાર્થ ઉર્ફે ચાલીને જતો હતો.ત્યારે સફેદ કલરની આઇ 20 ફોરવ્હીલ ગાડીમાં હિતેશ કનુભાઇ ગોહેલ અને તેનો ભાઇ ધર્મેશ કનુભાઇ ગોહેલ,ભમો ઉર્ફે જીગ્નેશ પુંજાભાઇ ગોહેલ,ગોપાલ કલાભાઇ ગોહેલ,આનંદ ઉર્ફે કાળુ રવીભાઈ મુંછાડીયા તેમજ એક બ્લુ કલરના જી.જે.12.0009 નંબરના ઍક્સેસ જેના પુરા નંબર યાદ નથી.તેમાં મયુર ઉર્ફે એમ.ડી. વિનુભાઇ દાફડા,નિતીન રવીભાઇ મુંછડીયા અને મોહીત ઉર્ફે બની સુરેશભાઇ 5રમાર આવ્યા હતા.
તેઓએ સિધ્ધાર્થને રોકી ધમકાવવા લાગ્યા હતા કે તને કેટલી વાર ના પાડી છે તેમ છતા તુ અમારા ઘર પાસે અમારી શેરીમાંથી શુ કરવા નિકળે છે અને તારો મીત્ર નિખીલ ક્યાં છે બોલાવ તેમ કહી આ બધા લોકો તમારા સાળા સિધ્ધાર્થને ગાળો આપવા લાગ્યા હતા.જેથી સિધ્ધાર્થ ત્યાં આગળથી ભાગવા જતા આ બધા લોકોએ તેનો પીછો કર્યો હતો અને આ તમારો સાળો ભાગતા-ભાગતા આંબેકડરનગર શેરી નં.01 કાનાભાઇના મફતીયા પાસે અજય વે બ્રીજની સામે પહોંચતા આ બધા લોકોએ તેને ઘેરી લીધો હતો અને સિધ્ધાર્થને પકડી રાખી હતી અને ગોપાલ અને જીગ્નેશ એ સિધ્ધાર્થને ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતા.
ત્યારે આ ગોપાલ અને ભમો ઉર્ફે જીગ્નેશએ છરી જેવુ તિક્ષ્ણ હથીયાર કાઢી સિધ્ધાર્થ ને બંન્નેએ એક-એક ઘા મારી દીધા હતા અને ત્યારે તેની સાથેના બીજા માણસોએ આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ત્યારે આ સિધ્ધાર્થ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો આવી વાત મને મામાના દિકરા દિલીપભાઇ ચૌહાણએ કરી હતી.બાદમાં 108ના ઇએમટીએ સિધ્ધાર્થ મૃતજાહેર કર્યો હતો.આ અંગે થોરાડા પોલીસના પીઆઇ એલ.કે.જેઠવા રાઇટર અજિતભાઈ ડાભીએ કાગળો કરી બે શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.