પાલીતાણા,ડોલી કામદાર યુનિયનનાં સભ્યો પાસેથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ બે માથાભારે શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ તથા ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nqr9iqjeyyz7ynku/" left="-10"]

પાલીતાણા,ડોલી કામદાર યુનિયનનાં સભ્યો પાસેથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ બે માથાભારે શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ તથા ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફને ઇંગ્લીશ દારૂ, મિલ્કત સંબંધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી.

પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત ઉપર દર્શનાર્થીઓને પર્વત ઉપર લઇ જવા તથા નીચે લાવવા માટે ડોલીવાળા તરીકે કામ કરતાં કામદારોનું પાલીતાણા ડોલી કામદાર યુનિયન બનાવવામાં આવેલ.જે યુનિયનનાં સભ્યો પાસેથી છેલ્લાં વીસેક વર્ષથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં મનાભાઇ ભોપાભાઇ રાઠોડ તથા તેનાં ભાઇ લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.બંને પાલીતાણા જી.ભાવનગરનાંઓ કરતાં હોવાની અલગ-અલગ બે ફરિયાદો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. જે ગુન્હાઓમાં નીચે મુજબનાં આરોપીઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.

*1. મનાભાઇ ભોપાભાઇ રાઠોડ ઉ.વ.૫૦ રહે.બાબુ દેરાસર, ડુંગર ઉપર, પાલીતાણા જી.ભાવનગર*
*2. લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ ઉ.વ.૪૭ રહે.સર્વોદય સોસાયટી, ભરવાડ શેરી,પાલીતાણા જી.ભાવનગર*

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ઉપરોકત ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ બંને માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી. જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓએ ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જે બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવેલ છે.

ભાવનગર,એલ.સી.બી. દ્વારા *મનાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.પાલીતાણા જી.ભાવનગરવાળાને ખાસ જેલ, ભુજ* ખાતે તથા *લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.પાલીતાણા જી.ભાવનગરવાળાને મધ્યસ્થ જેલ, રાજકોટ* ખાતે જેલ હવાલે કરવામાં આવેલ.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા, ચેતનસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા, રવિરાજસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, હરિચંદ્દસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]