બાલાસિનોર સલિયાવડી ગ્રામ પંચાયત સરપંચની અનોખી પહેલ - At This Time

બાલાસિનોર સલિયાવડી ગ્રામ પંચાયત સરપંચની અનોખી પહેલ


ગામમાં દીકરીના જન્મ પર ₹2100 રૂપિયા ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવશે

ગામ ના તમામ તળાવો સર્વે કરી દબાણ દૂર કરવા નો પણ આજ ની ગામસભા માં ઠરાવ કરવા માં આવ્યો

જ્યારે દેશ ગુલામી માં હતો ત્યારે દેશ ને ગુલામી માંથી મુક્ત કરવા અને આવનારી પેઢી ને સ્વતંત્ર જીવન જીવે એ માટે મગલપાડે ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા યુવાનો એ યુવાની માં પોતાના જીવ હસતા હસતા આ દેશ ની આઝાદી માટે આપ્યા ત્યારે થઈ ને આજે આ દેશ ના લોકો સ્વતંત્ર જીવન જીવે છે આપડે પણ આ વિચારવું જોઈએ અને કઈ ના થાય તો પોતાના ગામ માટે પણ કઈ કરવું જોઈએ

સલીયાવડી ગ્રામ પંચાયત ના દરેક કુટુંબ માં હવે દીકરી ના જન્મ પર દિકરી ના પરિવાર ને 2100 રૂપિયા ગ્રામ પંચાયત તરફ થી આપવા માં આવશે સાથે સાથે દીકરી ના પરિવાર માંથી 51 ઝાડ ના છોડ રોપવા નો પણ આજે મહાત્મા ગાંધીજી ની જન્મજયતિ ના દિવસે ઠરાવ કરવા માં આવ્યો ગામ માં કોઈ મરણ પામે તો એમના પરિવારે 11 ઝાડ ના છોડ રોપવા નો પણ આજ ની ગામ સભા માં ઠરાવ કરવા માં આવ્યો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.