ભાજપના કાર્યકરે FIRમાં લખાવ્યું કે, ‘હું કોર્પોરેટર છું’
માનવભ્રૂણ મળ્યાની જાણ કરવામાં વોર્ડ નં.5ના મહિલા કોર્પોરેટરના પતિએ પોતે વોર્ડ નં.6માં કોર્પોરેટર હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરી
મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે. રાજનીતિમાં મહિલાઓને પૂરતું પ્રાધાન્યના દાવા કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના નામે ચૂંટણી જીતીને તેમના પરિવારના પુરુષો જ પદાધિકારી તરીકે રોફ જમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નં.5ના મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતાની ભાજપના કોર્પોરેટર તરીકે ઓળખ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.