૩૧મી મે પહેલાં આધાર-પાન લિંક કરાવે તો નિયમ પ્રમાણે જ ટીડીએસ વસૂલાશે. - At This Time

૩૧મી મે પહેલાં આધાર-પાન લિંક કરાવે તો નિયમ પ્રમાણે જ ટીડીએસ વસૂલાશે.


૩૧મી મે પહેલાં આધાર-પાન લિંક કરાવે તો નિયમ પ્રમાણે જ ટીડીએસ વસૂલાશે.

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા કરદાતાઓને જ્યારે નાણાંની ચુકવણી કરાય ત્યારે તેઓ પાસેથી નિયમ પ્રમાણે ૨૦ ટકા ટીડીએસ કાપીને ઈન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવાનો હોય છે. તે રકમ ઓછી કાપનારને IT વિભાગે નોટિસ આપી હતી, પરંતુ આવા કરદાતાઓ ૩૧ મે ૨૦૨૪ સુધીમાં આધાર અને પાનકાર્ડ લિંક કરાવશે અને ૩૧ માર્ચ ૨૦૨૪ પહેલા રકમની ચુકવણી કરી હોય તેઓ પાસેથી નિયમ પ્રમાણે જ ટીડીએસની વસૂલાત કરાશે. આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવતા કરદાતાઓને રાહત થઇ છે.

IT વિભાગે ઓછો ટીડીએસ કાપનાર કરદાતાઓને થોડા સમય પહેલા નોટિસ મોકલી હતી. તે માટેનું કારણ એવું હતું કે નાણાંની ચુકવણી વખતે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં હોય અને ત્યાર પછી લિંક કરાવ્યું હોય તેવા કરદાતાઓને બાકીની રકમનો ટીડીએસ ભરવા માટે તાકીદ કરી હતી, કરદાતાએ ૩૧ મે ૨૦૨૪ પહેલા આધાર અને પાનકાર્ડ લિંક કરાવવાનું રહેશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.