તલોદમાંફૂડ & ડ્રગ્સવિભાગની રેડ, ૮ હોટલ માલિકોને નોટિસ - At This Time

તલોદમાંફૂડ & ડ્રગ્સવિભાગની રેડ, ૮ હોટલ માલિકોને નોટિસ


*તલોદમાંફૂડ & ડ્રગ્સવિભાગની રેડ, ૮ હોટલ માલિકોને નોટિસ*

*ખાણી-પીણીના ૧૨ સેમ્પલ લેવાયાં*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી તલોદ, સાબરકાંઠા*

ગતરોજ તલોદ તાલુકામાં ખાણી- પીણીની હોટલો ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ૧૨ જેટલા સેમ્પલ લઈ ૮ હોટલ માલિકોને કારણોસર નોટિસ ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીજન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. જેના કારણે વાઈરલ ફિવર, ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોડ, ઝાડા- ઉલટી જેવી બિમારી વકરતી હોય છે. ત્યારે ચાલુ સાલે ચોમાસાના પ્રારંભે જ તંત્ર એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ પણ ચોમાસાની સિઝન દરમિયાન વધુ રોગચાળો ન વકરે લોકો માંદગીમાં ન પટકાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે.સાબરકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે રોગચાળાને નાથવા અને લોકો માંદગીમાં ન પટકાય તે માટે સમગ્ર જિલ્લાની સાથે સાથે આજે તલોદ તાલુકા પંથકની ખાણી-પીણીની હોટલ, નાસ્તા હાઉસો, પાણી-પુરી, નાસ્તાની લારીઓ વગેરે સ્થળો ઉપર સરપ્રાઈઝ ચેકીગ કરી ખાણી-પીણીની હોટલો અને નાસ્તા હાઉસો ઉપર પિરસાતો નાસ્તો અને ભોજનની ગુણવત્તા કેટલો શુદ્ધ ખોરાક પિરસાઈ રહ્યો છે તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી ૮ જેટલી હોટલો ઉપર કેટલાક કારણોસર હોટલ માલિકોની બેદરાકરી છતી થતાં કારણદર્શક નોટિસ ફટકારી ત્યાંથી વેચાણ થતા ખાદ્ય પદાર્થોના ૧૨ જેટલા સેમ્પલ લીધા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.