આયુષ્માન કૌભાંડના આરોપી ડો. મશરુનું લાઇસન્સ વર્ષ માટે સસ્પેન્ડ - At This Time

આયુષ્માન કૌભાંડના આરોપી ડો. મશરુનું લાઇસન્સ વર્ષ માટે સસ્પેન્ડ


સ્વસ્થ નવજાતને ગંભીર બીમાર બતાવી આયુષ્માન યોજનાના નામે ગરીબ પરિવારો પાસેથી કરોડો પડાવી લીધા ’તા

6.54 કરોડ રૂપિયાનો સરકારે દંડ ફટકારી ગુજરાત મેડિકલ કાઉન્સિલને રિપોર્ટ કર્યા બાદ લેવાયો આકરો નિર્ણય

રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા ડો. હિરેન મશરૂએ માનવતાની તમામ હદ વટાવી નાખી હતી. નવજાત બાળકને તપાસ કરવા માટે લઈ જવાય એટલે સ્વસ્થ બાળકને પણ ગંભીર હાલત છે તેવા નકલી રિપોર્ટ બનાવી ખોટી રીતે દાખલ કરાતા હતા. આયુષ્માન કાર્ડ કઢાવી તેની કરોડોની આવક મેળવાતી હતી. નવજાતને ધાત્રી માતાથી દૂર રાખવા ફક્ત પૈસા જ કારણભૂત હતા.આ કૌભાંડનો પર્દાફાશ કરતા સરકારે તપાસ કરીને 6.54 કરોડનો દંડ ફટકાર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.