તમામ સરકારી કચેરીના અધિકારીઓના ફોન નંબર,કચેરીના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ ઓનલાઇન કરવા અને જનતાને તમામ સરકારી અધિકારીને મળવા માટે મુલાકાત સમય નક્કી કરી બોર્ડ લગાવવા બાબતે પરિપત્ર /કાર્યવાહી કરવા ટિમ ગબ્બર ની રજુવાત
સહ વિનય ભારત સાથ જણાવવાનું કે,ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા એડવોકેટ અને નયન ભાઈ જોષી એડવોકેટ વિસાવદરને જાણવા મળ્યું છે કે,હાલમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબના કાર્યાલય દ્વારા નાગરીકો માટે CMO પોર્ટલ શરૂ કરવામાં આવી છે તે અભિનદન ને પાત્ર છે આવી પહેલ કરવા બદલ ટીમ ગબ્બર ગુજરાત સરકારની સેવાને બિરદાવે છે. પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલી સરકારી કચેરીઓના લેન્ડ લાઇન ફોન મહદઅંશે બંધ છે અને તમામ કચેરીઓ જેવી કે,માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેર શ્રી,અમુક પોલીસ સ્ટેશનના ફોન નંબર,ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કચેરી,જિલ્લા પંચાયત કચેરી,નાયબ કલેક્ટર શ્રી,સરપંચોના નામ અને કચેરીના લેન્ડ લાઇન ફોન જે ગૂગલ પર અપડેટ કરેલ છે જે ઘણા જુના હોવાથી ફોન બંધ આવે છે અને સામાન્ય જનતા આવા અધિકારીની કચેરીના કામ માટે ગૂગલ જેવી સાઇડ પર મૂકવામાં આવેલા નંબર પર સંપર્ક કરતા હોય છે પણ કચેરી દ્વારા અપડેટ કરેલ ન હોવાથી જુના નામ,ફોન નંબર પર સંપર્ક કરી શકતા નથી અને ઈમેલ એડ્રેસ પણ અમુક કચેરીના મૂકવામાં આવેલ નથી જેથી લોકોને સંપર્ક કરવામાં મુશ્કેલી થાય છે અને કોઈ પણ કામ માટે કચેરીમાં રૂબરૂ જવું પડે છે અને જેથી સમય અને નાણાનો બગાડ થાય છે જેથી આધુનિક યુગમાં તમામ કચેરીના અધિકારીઓના નામ,સરનામા, ફોન નંબર,ઈમેલ અપડેટ કરવાની જરૂરત છે અને તમામ વિવિધ વિભાગોની કચેરીના અધિકારીઓ સાથે સામાન્ય જનતાને સીધો સંવાદ થાય અને લોકોની ફરિયાદો,રજુવાત,અરજીઓ અંગે સામાન્ય રીતે જરૂરી હોય અને રૂબરૂ જવું ન પડે તે માટે ઈમેલ એડ્રેસ પણ અપડેટ કરવા માં આવે અને લોકો ઈમેલ થી આવી રજૂવાતો,ફરીયાદો, અરજી કરી શકે તો સમય અને નાણાંનો વ્યય થતો અટકે અને અધિકારીઓ તમામ સરકારી કચેરીઓમાં આવતા ઈમેલ જોઈ તાત્કાલિક ઈમેલમાં આવેલ ફરિયાદ,રજુવાત,અંગે કરેલ કાર્યવાહી ના પ્રતિઉત્તરો RCPS કાયદા હેઠળ નિયત સમયમાં અરજદારો,ફરિયાદીને લેખિત જવાબ માં પણ કચેરીના ફોન,ઈમેલ લખવામાં આવે અને નાગરિક અધિકાર પત્ર અન્વયે મોકલવામાં આવે તેવી લેખિત સૂચના આપવામાં આવે તેવી રજુવાત છે અને અમુક કચેરીમાં લોકોને અધિકારી પાસે મળવા માટે સમયના બોર્ડ ન હોવાથી ધક્કા ખાવા પડે છે અને સામાન્ય જનતાને અધિકારી પાસે મળવા રજા શિવાય અંદર આવવું નહીં જેવા બોર્ડ લગાવેલ છે તે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૧ મુજબ સરકારી કર્મચારી લોકસેવક હોવાથી આવા જે કચેરીમાં બોર્ડ હોય તેની તપાસ કરી કરાવી અને સામાન્ય લોકોને પોતાની રજુવાત,ફરીયાદ કરવા માટે ડર લાગતો હોય જેથી આવા બોર્ડ દૂર કરવા અમારી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે અને તમામ વિભાગો,કચેરીઓમાં અધિકારીઓને મુલાકાત માટે યોગ્ય સમય નક્કી કરી તે મુજબ લોકોને પોતાના કામ માટે જે અધિકારીને મળવું હોય તેની જાણકારી મળી રહે તે હેતુથી ઉપરોક્ત વિષય અનુસંધાને પરિપત્ર બહાર પાડીને તમામ કચેરીઓમાં લેખિત સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ટિમ ગબ્બર ની માંગ છે
રિપોર્ટહરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.