સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી - At This Time

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી


*સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી*

આજરોજ સર ભવાની શ્રી વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાંચ વિદ્યાર્થીનીઓ ભારતમાતા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ મહા મહિમ રાષ્ટ્રપતિ ને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ પર આધારિત ડાંસ કર્યો હતો અને હર હર શંભુ ગીત પર ડાન્સ કર્યો હતો. શાળાનું કેમ્પસ દેશપ્રેમ થી છવાઈ ગયું હતું. શાળાના સીનિયર શિક્ષક શ્રી સી બી રાવલ સાહેબે રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડતુ પ્રવચન આપ્યું હતું. શાળાના યુવાન સ્ટાફ મિત્રો એ વરસાદી માહોલમાં ખડે પગે ઊભા રહી કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા હતા.

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.