પઠાર પ્રાથમિક શાળાની શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. - At This Time

પઠાર પ્રાથમિક શાળાની શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો.


ઝાલા રામીબેન દેવશીભાઇ કે જે પઠાર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પઠારમાં તા.૫/૭/૨૦૧૦થી ભાષા- મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
તેઓ મહેનતું, ખંતીલા, ઉત્સાહી, કાર્યનિષ્ઠ, બાળલક્ષી અભિગમ, શિસ્ત, તેમજ નિયમિતતાના ગુણોના કારણે વિદ્યાર્થી,વાલી તેમજ આસપાસના શૈક્ષણિક વર્તુળમાં ખુબ જાણીતા અને માનીતા છે.તેઓ વિષય શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક અને મિત્ર પણ છે.તેઓ વિદ્યાર્થીઓને બાહ્ય સ્પર્ધાઓ જેવી કે બાહ્ય નિબંધ સ્પર્ધા,GIET દ્વારા લેવામાં આવતા ગ્રિષમોત્સવ તેમજ દીપોત્સવમાં જાતે ભાગ લઈ વિદ્યાર્થીઓને પણ ભાગ લેવડાવે છે.આ રીતે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે. તેઓની તમામ શ્રેષ્ઠ કામગીરીને લઈ ને ૫મી સપ્ટેમ્બર ને શિક્ષક દિન નિમિતે ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેને લઇ ને વાલીઆ તાલુકા પ્રાથમિક શાળા શિક્ષકો તેમજ બાળકોમા ગૌરવ ની સાથે આનંદ ની લાગણી ફરીવળી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.