બે મહિલા રેલવે પોલીસે સાડીની આડશ કરી પ્રસૂતિ કરાવી - At This Time

બે મહિલા રેલવે પોલીસે સાડીની આડશ કરી પ્રસૂતિ કરાવી


રાજકોટના જંક્શન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક મહિલા મુસાફરને પ્રસૂતિની પીડા ઉપડી હતી. કોન્સ્ટેબલ અશ્વિન સરવૈયાએ 108ને બોલાવી હતી અને રેલવે પોલીસના મહિલા કર્મચારીઓ કીર્તિબેન, પ્રિયંકાબેન સહિતનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. 108ના ઇએમટી મયૂર ચૌહાણે મહિલાની સ્થિતિ જોઇ સ્થળ પર જ પ્રસૂતિ કરવાનો નિર્ણય લીધો હતો. પ્લેટફોર્મ પર તો શું વ્યવસ્થા હોય રેલવે પોલીસની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી હતી. મહિલા કોન્સ્ટેબલે સાડીની વ્યવસ્થા કરી હતી. મુસાફરોને પ્લેટફોર્મથી દૂર કરાયા હતા. સાડીની અાડશ રાખી 108ના સ્ટાફે મહિલાને પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 108 અને રેલવે પોલીસની સજાગતા અને નિષ્ઠાથી મહિલા અને તેના બાળકનોબચાવ થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.