ધાંગધ્રામા પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ ક્રિયા નિકળી. - At This Time

ધાંગધ્રામા પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ ક્રિયા નિકળી.


તા.17/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા શહેરમાં નીકળી અનોખી સ્મશાન યાત્રા, પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી રાજ્યમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન રાજ્યભરમાં સરકાર અને સામાજિક સંથાઓ દ્વારા બર્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી ત્યારે આ દરમિયાન રાજ્યમાં અનેક લોકો પણ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા છે આ દરમિયાન ધાંગધ્રા શહેરમાં પતંગ ની દોરી થી 12, જેટલાં પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી છે ધાંગધ્રા શહેરમાં પતંગની દોરીથી 12, જેટલાં પક્ષીઓના મોત થયા હતા ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં અરાઈસ ગ્રુપ દ્વારા મકર સંક્રાતના દિવસે પતંગની દોરી થી 12, જેટલાં પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશમાં ઉડતી પતંગના દોરાને કારણે પક્ષીઓ ધાયલ થયને મોતને ભેટે છે આ ઘટનાને લઈ ધાંગધ્રામાં અરાઈસ ગ્રુપ દ્વારા ધાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.