*“ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ”* ——- *ઈ.વી.એમ મશીનની સુરક્ષા અને સલામતી માટે ટેક્નોલોજીના માધ્યમથી સતત દેખરેખ*
*“ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ”*
-------
*ઈ.વી.એમ મશીનની સુરક્ષા અને સલામતી માટે ટેક્નોલોજીના માધ્યમથી સતત દેખરેખ*
-------
*ડિસ્પેચિંગ સેન્ટર થી રવાના થયેલ વાહનો પર જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમથી નિગરાની*
-------
*ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ વાહનોનું સતત મોનિટરીંગ*
-------
ગીર સોમનાથ તા.૬: લોકસભા-૨૦૨૪ના મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે વેરાવળ, તાલાલા, કોડિનાર અને ઉના મતવિસ્તાર માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઈ.વી.એમ અને વી.વી.પેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઈ.વી.એમ અને વી.વી.પેટ તેના નિર્ધારિત ગંતવ્યસ્થાન સુધી સલામત અને સુરક્ષિત રીતે પહોંચી જાય તે માટે તેના પર ટેક્નોલોજીના માધ્યમથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને ઇવીએમ અને વીવીપેટ સાથે આજે સવારે પોતપોતાના મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યાં હતાં. જ્યાં પોલીંગ સ્ટાફ પોતાની ફરજ બજાવશે. આ પોલીંગ સ્ટાફ પોતાની સાથે લઈ ગયેલ ઈ.વી.એમ અને વી.વી.પેટ સાથે જે-તે સમયે કઈ જગ્યાએ પહોંચ્યો છે અને નિશ્ચિત સમયે પોતાના નિર્ધારીત સ્થળે પહોંચે તે માટે તેના પર જી.પી.એસ. ટેક્નોલોજી આધારિત કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે ઉભો કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. દરેક ચૂંટણીમાં ઇવીએમ મશીનની જવાબદારી મહત્વપૂર્ણ હોય છે. ત્યારે ઇવીએમ અને વીવીપેટ લઇ જતા વાહનો અને ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા વાહનોનું સતત અને સીધું નિરીક્ષણ કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકીંગ સિસ્ટમથી સજ્જ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
આ કંટ્રોલ રૂમ પરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ અને ફાળવેલા વાહનો ડિસ્પેચિંગ સેન્ટરથી રવાના થયા ત્યારથી જ તેઓ તેમના જે-તે મતદાન મથક સુધી પહોંચે ત્યાં સુધી તેનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેનાથી જિલ્લા ચૂંટણી તંત્રને રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થાય છે.
આ ટ્રેકિંગ દરમિયાન જો વાહન અલગ રૂટ ઉપર જાય તો તેને ફોન કરી જાણ કરવામાં આવે છે અને તમામ વાહનો ફાળવેલા મતદાન બૂથ પર સમયસર પહોંચી જાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.