મેંદરડા પીજીવીસીએલના પાવર ચોરી ના કેસમાં આઠ વર્ષ બાદ કોટે પીજીવીસીએલ ની તરફેણમાં હુકમ કર્યો - At This Time

મેંદરડા પીજીવીસીએલના પાવર ચોરી ના કેસમાં આઠ વર્ષ બાદ કોટે પીજીવીસીએલ ની તરફેણમાં હુકમ કર્યો


મેંદરડા પીજીવીસીએલ ના પાવર ચોરીના કેસમાં આઠ વર્ષ બાદ કોર્ટ પીજીવીસીએલ ની તરફેણમાં હુકમ કર્યો
આ કેસની વિગતો મુજબ મેંદરડા ની સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ કંપનીના પેટા વિભાગ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા મેંદરડા શહેરમાં ગ્રાહક રામજીભાઈ પુનાભાઈ ઝીંઝુવાડીયા એ પોતાના ઘરે રહેણા કેતુના વીજ કનેક્શનમાં પાવર ચોરી કરતા હોવાથી જેમને કલમ ૧૨૬ મુજબ પાવર ચોરીનું બિલ ફટકારવામાંઆવેલ હતું જેના અનુસંધાને ગ્રાહક દ્વારા પીજીવીસીએલ કચેરી સામે વર્ષ ૨૦૧૬ માં વીજ બિલ ખોટું ઠેરવવા બાબતે ગ્રાહક દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ હતો
ત્યારે આ દાવા અંતર્ગત નાયબ ઇજનેર મેંદરડા અને એડવોકેટ નિશાંત શેઠ ના કાયદાકીય રજૂઆતો અને ધારદાર દલીલોને કોર્ટે તપાસી વર્ષ ૨૦૨૪ માં નામદાર કોર્ટના સિવિલ જજ દ્વારા પીજીવીસીએલ કંપની તરફેણમાં હુકમ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત હકીકતથી વીજ ચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયેલો છે અને વીજ ચોરી કરી વર્ષો સુધી વીજબિલ નહીં ભરતા તત્વોમાં ભયની લાગણી પ્રસરેલી છે આ કામમાં પીજીવીસીએલ કંપની તરફથી પેનલ એડવોકેટ નિશાન શેઠ રોકાયેલ હતા
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.