સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ તથા આચાર સંહિતાના અમલીકરણ માટે FST, SST સહિતની ૯૬ ટીમો કાર્યરત - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ તથા આચાર સંહિતાના અમલીકરણ માટે FST, SST સહિતની ૯૬ ટીમો કાર્યરત


તા.24/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન રાજકીય પક્ષો તથા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અને આચાર સંહિતાના અમલ માટે તથા દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લાની પાંચ વિધાનસભામાં ૯૬ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે.જે અન્વયે ૬૦- દશાડા વિધાનસભા મતદાર વિભાગમાં ૬ એફ.એસ.ટી.,૧૨ એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૧ વી.વી.ટી., ૩ એમ.સી.સી., ૬૧- લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં ૩ એફ.એસ.ટી.,૯ એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૧ વી.વી.ટી., ૪ એમ.સી.સી., ૬૨- વઢવાણ વિધાનસભા મતદાર વિભાગમાં ૪ એફ.એસ.ટી.,એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૧ વી.વી.ટી., ૨ એમ.સી.સી., ૬૩- ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં ૬ એફ.એસ.ટી.,૬ એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૧ વી.વી.ટી., ૫ એમ.સી.સી. તેમજ ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગમાં ૩ એફ.એસ.ટી., ૬ એસ.એસ.ટી., ૩ વી.એસ.ટી., ૧ વી.વી.ટી., ૪ એમ.સી.સી.સહિત સમગ્ર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાં ૯૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રીયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય અને સાથો–સાથ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.