ગઢડા તાલુકામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના માટે તા.૬ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન કેટલાક ગામોમાં કેમ્પ યોજાશે
ગઢડા તાલુકામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના માટે તા.૬ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન કેટલાક ગામોમાં કેમ્પ યોજાશે
પાત્રતા ધરાવતા અરજદારોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ગઢડા મામલતદારશ્રી દ્વારા કરાઈ જાહેર અપીલ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા શાખામાં ચાલતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે નિરાધાર વૃધ્ધ અને નિરાધાર અપંગોને સહાય યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વયવંદના), રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( વિધવા સહાય) તથા ખેતીની જમીનમાં વારસાઈ નોંધ માટે ઉક્ત યોજના માટે પાત્રતા ધરાવતા અરજદારોની ઓળખ કરી તેઓ પાસેથી જરૂરી આધાર-પુરાવા મેળવી સહાય અરજી મંજૂર કરવા માટે તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન ગઢડાના ગોરડકા ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજાશે.
તેવી જ રીતે તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ ટાટમ ગ્રામ પંચાયત, તા. ૦૯/૦૧/૨૦૨૩ ના રોજ ભીમડાદ ગ્રામ પંચાયત, તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ ઢસા ગ્રામ પંચાયત, તા.૧૧/૦૧/૨૦૨૩ ના રોજ માંડવધાર ગ્રામ પંચાયત, તા.૧૨/૦૧/૨૦૨૩ ના રોજ ઉગામેડી ગ્રામ પંચાયત અને તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ નિંગાળા ગ્રામ પંચાયત ખાતે સાંજના ૦૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન આ કેમ્પ યોજાશે.
આથી પાત્રતા ધરાવતા અરજદારોએ જરૂરી આધાર-પુરાવા સાથે દર્શાવેલ સ્થળે, તારીખ અને સમયે હાજર રહી આ કેમ્પનો લાભ લેવા ગઢડા મામલતદારશ્રી દ્વારા અખબારી યાદી મારફતે જણાવાયું છે.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.