સાબરકાંઠા  જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યકતિઓના ભેગા થવા પર પ્રતિબંધ - At This Time

સાબરકાંઠા  જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યકતિઓના ભેગા થવા પર પ્રતિબંધ


સાબરકાંઠા  જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યકતિઓના ભેગા થવા પર પ્રતિબંધ

 

સાબરકાંઠા  જિલ્લામાં  જુદા જુદા ઇનપુટ  ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠા ના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી  કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા  જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા. ૧૩/૬/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.