અમરેલી જિલ્લામાં બનાવટી લેટર કાંડ મુદ્દે યુવાન દીકરી ને ખોટી રીતે ફોજદારી પ્રક્રિયા નો ભોગ બનાવવા સામે માનવ અધિકાર સમક્ષ વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા ની રજુઆત
અમરેલી જિલ્લામાં બનાવટી લેટર કાંડ મુદ્દે યુવાન દીકરી ને ખોટી રીતે ફોજદારી પ્રક્રિયા નો ભોગ બનાવવા સામે
માનવ અધિકાર સમક્ષ વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા ની રજુઆત
અમરેલી જિલ્લામાં ભાજપના આગેવાનો સભ્યો અને કાર્યકરોના બનેલ ગૃપમાં લેટરકાંડ થયેલ તેમાં લેટર ટાઈપ કરનાર યુવતીની લેટર ટાઈપ કરવા બદલ યુવતીને આરોપી બનાવીને રાત્રે ૧૨ કલાકે ધરપકડ કરીને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવેલ. જેના કારણે યુવતીની વ્યક્તિગત છબીને નુકશાનની સાથે માનવ અધિકારોના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ મહિલાની રાત્રિ દરમ્યાન ધરપકડ ના કરવી તેમજ કોઈપણ મહિલાનો ફોટો પણ નાગરીકો સામે ન આવે તેની તકેદારી રાખવાની જોગવાઈ છે. આમ, અમરેલી પોલીસ દ્વારા પ્રસ્તુત કિસ્સામાં યુવતી સામે જાહેરમાં કરવામાં આવેલ કાર્યવાહીથી યુવતીના વ્યક્તિગત જીવનને અસર કરનારી અને નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશો અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સુચનાઓ અને નિયમોની અવગણના કરે છે. મહિલા આરોપીની સૂર્યાસ્ત બાદ ધરપકડ કરવા બાબતે મેજિસ્ટ્રેટની મંજૂરી અનિવાર્ય હોય છે જે પ્રક્રિયાને પણ અનુસરવામાં આવી હોય તેમ લાગતું નથી. બીજી બાજુ આ કેસમાં અન્ય ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવતા નથી.આથી, મહિલાની રાત્રિના સમયે ધરપકડ કરીને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢીને નિયમો અને આદેશોનો ભંગ થયેલ હોય તેમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભલામણ સાથે રાજ્ય ના મુખ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પત્ર પાઠવ્યો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.