ચૂંટણીમાં એરપોર્ટ પર 100 ખાનગી ફ્લાઇટ આવી શકે.
શિડ્યૂલ ફ્લાઇટ અને ફ્લાઇંગ ક્લબની ફ્લાઈટ હેન્ડલ કરતું વડોદરા એરપોર્ટ ચૂંટણી સમયે રાત્રે પણ વોચ ઓપન રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે . રાત્રે ચૂંટણીસભા પૂરી કરી આવતા મહાનુભવોના પ્લેનના ટેકઓફ માટે 10 વાગ્યા પછી પણ એરપોર્ટ કાર્યરત રાખવું પડે તેવી સ્થિતિ સર્જાય છે . સત્તાધીશો વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ ખાનગી ફ્લાઈટ કે હેલિકોપ્ટરમાં આવે છે . એરપોર્ટ પર ધમધમાટ : ચૂંટણીમાં એરપોર્ટ પર 100 ખાનગી ફ્લાઇટ આવી શકે 1 મહિના ખાનગી પ્લેન - હેલિકોપ્ટરોનો ધમધમાટ શિડ્યૂલ ફ્લાઇટ અને ફ્લાઇંગ ક્લબની ફ્લાઈટ હેન્ડલ કરતું વડોદરા એરપોર્ટ ચૂંટણી સમયે રાત્રે પણ વોચ ઓપન રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે . રાત્રે ચૂંટણીસભા પૂરી કરી આવતા મહાનુભવોના પ્લેનના ટેકઓફ માટે 10 વાગ્યા પછી પણ એરપોર્ટ કાર્યરત રાખવું પડે તેવી સ્થિતિ સર્જાય છે . સત્તાધીશો વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ ખાનગી ફ્લાઈટ કે હેલિકોપ્ટરમાં આવે છે . એક મહિના સુધી આ વ્યસ્તતા દરેક ચૂંટણીમાં હોય છે . રોજ 5 ફ્લાઈટ વડોદરા એરપોર્ટ પર આવતી હોય છે . 100 જેટલાં ખાનગી પ્લેન અને હેલિકોપ્ટરનો ધમધમાટ વડોદરા એરપોર્ટને વ્યસ્ત રાખે છે . જોકે 24 કલાકના પાર્કિંગ માટે 5 હજાર જેટલો સામાન્ય ચાર્જ હોય છે . બીજા દિવસે પ્લેન લઈ જાય તો ચાર્જ વધતો હોય છે . શનિવારે નીતિન ગડકરી ખાનગી ફ્લાઈટમાં વડોદરા આવ્યા હતા . મહારાષ્ટ્ર સરકારના ડખા વખતે વડોદરા એરપોર્ટ ચર્ચામાં રહ્યું હતું અને આખી રાત વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટની આવ - જા રહેતાં નેશનલ લેવલ પર ચર્ચાનો વિષય બન્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.