જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા
- ગંજીપાના ટીંચી રહેલી ૩ મહિલાઓ સહિત ૧૩ પકડાયા અન્ય ૪ મહિલા સહિત ૧૧ ફરારજામનગર તા 25 જુન 2022,શનિવાર જામનગર શહેર- જામજોધપુર અને જામનગર તાલુકાના સુવરડા ગામમાં પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા છે અને ૩ મહિલા સહિત ૧૩ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચાર મહિલા સહિતના ૧૨ શખ્સોને ફરાર જાહેર કરાયા છે.જામનગર રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી હંસાબેન મનસુખભાઈ ગઢીયા, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા, અને સરલાબેન નયનભાઈ આહિરની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે વિમળાબા શિવરાજસિંહ, ખાચર, રીટાબેન કોળી, ભાવનાબેન અને ફરીદાબેન નામની અન્ય ચાર મહિલાઓ ભાગી છૂટી હોવાથી પોલીસે ફરારી જાહેર કરી ચારેયની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં પાડયો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા દિલીપ ઘેલુભાઇ સાદીયા સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.જુગાર અંગે નો ત્રીજો દરોડો જામનગર તાલુકાના સુવરડા ગામમાં પાડયો હતો જ્યાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા વિશાલ મહેશભાઇ નાખવા સહિત છ શખ્સોની પોલીસે અટકાયત કરી રૂપિયા ૧૫૦૦૦૭ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યો છે.આ ઉપરાંત જુગાર અંગે નો ચોથો દરોડો જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા કરણ નરેન્દ્રભાઈ પંડ્યા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો પરંતુ તેના અન્ય સાત સાગરીતો ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.