રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સિદસર હેલિપેડ ખાતે આગમન
ગાર્ડ ઓફ ઓનર દ્વારા રાજયપાલશ્રીને ઉમળકાભેર આવકાર અપાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે ઉજવાઈ રહેલા શ્રી ૧| શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા માટે જામનગર જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, તેમજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર, વિનુભાઈ મણવર, દિનેશભાઈ દેલવાડીયા વગેરે દ્વારા સિદસર હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ દ્વારા રાજયપાલ નું ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરાયું હતું.
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.