(કરજણ ખાતે તળાવમાં કપડાં ધોઈ રહેલ મહિલા ઉપર મગરનો હુમલો ) ફાયર લાશ્કરોએ ભારે જેહમત બાદ તળાવમાં મગરોની વચ્ચેથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો
( રિપોર્ટ:-નિમેષ સોની,ડભોઈ)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયેલ મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે એકા એક તળાવમાંથી મગર કિનારા તરફ આવી ગયો હતો અને કપડાં ધોઈ રહેલ મહિલા ઉપર હુમલો કરી મહિનાને તળાવના ઉંડા પાણીમાં ખેચી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વડોદરા જીઆઇડીસીના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાં ફ્લોટ બોટની મદદ લઇ મહિલાના મૃતદેહની શોધખોળ આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ગામમાં રહી એકલવાયું જીવન ગુજારતા કંચનબેન રાઠોડ નજીકમાં આવેલ સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન કંચનબેન ઉપર મગરે હુમલો કરી તેમને તળાવના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા તળાવ ઉપર લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તળાવમાં ફ્લોટ બોટની મદદ લઇ કંચનબેનના મૃતદેહની શોધખોળ આરંભી હતી અને ભારે જેહમત બાદ તળાવમાંથી કંચનબેનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ કરજણ પોલીસે મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.