18 વોર્ડમાં 18 આધાર કેન્દ્ર શરૂ કરાયા, લાંબી લાઇનમાંથી લોકોને મળશે છુટકારો - At This Time

18 વોર્ડમાં 18 આધાર કેન્દ્ર શરૂ કરાયા, લાંબી લાઇનમાંથી લોકોને મળશે છુટકારો


પુખ્ત અરજદારોએ આધાર માટે ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

કેન્દ્ર સરકારના યુઆઇડીએઆઇ દ્વારા નાગરિકોને આધાર નોંધણીની સુવિધા દેશભરમાં અમલી બનેલી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમો જેવા કે પોસ્ટ ઓફિસ, બેન્ક કચેરીઓ ઉપરાંત રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધાર કેન્દ્રો કાર્યરત હોવા છતાં આધારકાર્ડની કામગીરી માટે લોકોનો ભારે ધસારો રહેતો હતો જે બાબતને ધ્યાનમાં લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી તમામ વોર્ડમાં આધાર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image