વિસાવદર ડીમોલેશનની નીતિઓ અને માપ વિશે ઉઠતા સવાલો સતત ટ્રાફિક વાળા વિસ્તારોને અલગ રાખવાનો કારસો ઘડાઈ રહયો છે
વિસાવદર ડીમોલેશનની નીતિઓ અને માપ વિશે ઉઠતા સવાલો
સતત ટ્રાફિક વાળા વિસ્તારોને અલગ રાખવાનો કારસો ઘડાઈ રહયો છે
પ્રજાને પેશકદમીઓ ને કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે પ્રશાસન દ્વારા કેટલાય વિસ્તારોમાં ડીમોલેશનની નોટીસો આપી અને જાણે બહુ મોટું યુધ્ધ જીતી લીધા હોય એમ વર્તન કરતા અધિકારીઓને બીજા વિસ્તારોની પેશકદમીઓ નથી દેખાતી.જેમાં સૌથી વધારે ગીચ વિસ્તાર જેમાં દિવસો સુધી કલાકો ટ્રાફિકની સમસ્યાઓ રહે છે એવા નવા બસસ્ટેન્ડ થી જુના બસસ્ટેન્ડ વિસ્તાર દરરોજ હજારો માણસો અને વાહનોની અવર જવર, ધારી બાયપાસ રોડ જેમાં ગ્રામ્ય વિસ્તારોના લોકો-વાહનો બસ વ્યવહાર તેમજ પોલીસ સ્ટેશન થી ટેલીફોન એકસચેન્જ રોડ જયાં આશરે બે હજાર ખેડુતોની જમીનનો કેડો આવેલ છે.જેમાં પુષ્કળ પ્રમાણમાં પેશકદમીઓ થયેલ છે પણ અધિકારીઓ આ વિસ્તારને ભારતના નકશામાં નહી ગણતા હોય એવુ લાગે છે.એક ને ગોળ ને એક ને ખોળની વહાલા દવલાની નીતિની પાછળ મસલ પાવર કે મની પાવર છે તે લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે પછી રાજકીય કિન્નાખોરી કે અમુક ચોકકસ વ્યકિતઓ કે સમાજને ટાર્ગેટ બનાવવા આ બધો સ્ટંટ છે એવું પ્રજા ખુલ્લેઆમ બોલી રહી છે.કોના ઈશારે શું કામ થાય છે અને શા માટે થાય છે તેવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહયો છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.