ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કોઇપણ માહીતિ કે ફરિયાદ બાબતે ૨૪×૭ કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.જેનો હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ છે. - At This Time

ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કોઇપણ માહીતિ કે ફરિયાદ બાબતે ૨૪×૭ કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.જેનો હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ છે.


ગોધરા
પંચમહાલ જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા ’અવસર’ એવા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે તા.૦૫/૧૨/૨૦૨૨નાં રોજ સવારે ૦૮.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે.
ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કોઇપણ માહિતી કે ફરિયાદ બાબતે ૨૪×૭ કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.જેનો હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ છે.જિલ્લામાં ફરિયાદ નિવારણ કક્ષ કાર્યરત કરવામાં આવેલ છે.
’’ મારો મત એ મારૂં ભવિષ્ય-એક મતની તાકાત ’’
નીચે મુજબના મત વિભાગ વિસ્તારમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

અનુ.નં મત વિભાગ વિસ્તાર નો નંબર અને નામ કંટ્રોલ રૂમ નંબર
૧ ૧૨૪- શહેરા ૦૨૬૭૦-૨૯૯૫૦૦
૨ ૧૨૫- મોરવા હડફ(અ.જા.જ) ૦૨૬૭૨-૨૮૪૨૫૦
૩ ૧૨૬-ગોધરા ૦૨૬૭૨-૨૯૯૪૫૪
૪ ૧૨૭- કાલોલ ૦૨૬૭૬-૨૩૫૩૩૯
૫ ૧૨૮-હાલોલ ૦૨૬૭૬-૨૨૦૨૪૮

તો,આવો આપણે સૌ આ લોકશાહીના આ ’’અવસર’’ માં તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના રોજ મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય ફાળો આપી,મતદાન અવશ્ય કરીએ અને લોક્શાહીના આ ’’અવસર’’ ને સૌ સાથે મળી વધુ સફળ બનાવીએ, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.