મતદાનના દિવસે મતદારની ઓળખ માટે જરુરી સૂચના, વૈકલ્પિક પુરાવા તરીકે નીચે જણાવેલ પુરાવાઓ રજુ કરી શકાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nnhftk9feqqihdsg/" left="-10"]

મતદાનના દિવસે મતદારની ઓળખ માટે જરુરી સૂચના, વૈકલ્પિક પુરાવા તરીકે નીચે જણાવેલ પુરાવાઓ રજુ કરી શકાશે


ગોધરા
પંચમહાલ જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા ’અવસર’ એવા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે તા.૦૫/૧૨/૨૦૨૨નાં રોજ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરવાનું રહે છે. ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તેવા મતદારો, તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા વૈકલ્પિક પુરાવા તરીકે નીચેના પૈકી કોઇ એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે.
(૧) આધાર કાર્ડ
(૨) મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
(૩) બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
(૪) શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
(૫) ડ્રાયવિંગ લાયસન્સ
(૬) પાનકાર્ડ
(૭) એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં
આવતા સ્માર્ટ કાર્ડ
(૮) ભારતીય પાસપોર્ટ
(૯) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
(૧૦) કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ
કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્ર
(૧૧) સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
(૧૨) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય,
ભારત સરકાર
તો, આવો આપણે સૌ આ લોકશાહીના આ ’’અવસર’’માં તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર) રોજ મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય ફાળો આપી, મતદાન અવશ્ય કરીએ અને લોક્શાહીના આ ’’અવસર’’ને સૌ સાથે મળી વધુ સફળ બનાવીએ, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

મારો મત એ મારૂં ભવિષ્ય-એક મતની તાકાત
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલ

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]