સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)નીરમતમાં પસંદગી - At This Time

સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)નીરમતમાં પસંદગી


સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)ની રમતમાં પસંદગી 
........................
લંડન ખાતે યોજાનાર કોમનવેલ્થ પૂર્વે ઓડિશા ખાતે ટ્રાયલ યોજાશે.
........................
જિલ્લાના સામાન્ય પરીવારમાંથી આવતા બે દિકરાઓ પણ કટક ખાતે તાલીમ મેળવશે.
********************** 
        રમતવીરોને રમતમાં પ્રોત્સાહન મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલો ઇન્ડીયાની શરૂઆત કરી જેના પરીણામ થકી ગામડાના અંતરીયાળ વિસ્તારમાં વસતા રમતવીરોને પણ એક ઉમદા તક મળી છે, આવી જ એક તક મળી છે સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલને જે આગમી કોમનવેલ્થ ગેમમાં ઉત્તમ પ્રદર્શન કરી શકે તે માટે  ટ્રાયલ અર્થે ઓડિશા મોકલવામાં આવશે.
        વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જયેશભાઇ પટેલની ૧૭ વર્ષિય દિકરી ભક્તિ પટેલ જે ધોરણ-૧૨માં અભ્યાસ કરવાની સાથે તલાવારબાજીનો શોખ આજે તેને કોમનવેલ્થ ગેમ્સ સુધી લઇ જવામાં સફળ બન્યો છે.
        આ અંગે હર્ષની લાગણી સાથે વાત કરતા પિતા જયેશભાઇ  પટેલ જણાવે છે કે, દિકરીને અભ્યસાની સાથે તલવારબાજીનો પણ શોખ હતો આ શોખને યોગ્ય દિશા મળે તો રમત ગમત ક્ષેત્રે સારી નામના મળી શકે તેમ હતું તે અંગે મે જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તપાસ કરી જયાં સ્પોર્ટસ કોચ અનિલ ખત્રી સાથે મુલાકાત થઇ, જેમને યોગ્ય માર્ગદર્શન આપ્યુ જેના પરીણામે ભક્તિ રાજયના 
રાજયના ખેલ મહાકુંભમાં સિલ્વર મેડૅલ મેળવી શકી. સખત પરીશ્રમનો કોઇ વિકલ્પ નથી હોતો તેમ કોચ અનિલ ખત્રી અને ભક્તિએ મહેનત કરી જેને લઇ રાજયમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કોમનવેલ્થ ગેમની તૈયારી પૂર્વે ઓડિશાના કટક ખાતે આવેલા જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડીયમમાં સધન તાલીમ અર્થે પસંદગી કરવામાં આવી.
        ઉલ્લેખનીય છે કે, ૯થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન યોજાનાર કોમનવેલ્થ ગેમની તૈયારી માટે ઓડિશાના કટક ખાતે જિલ્લાના સામાન્ય પરીવારમાંથી આવતા ભાટ પ્રતિક, ભાટ સુનિલ અને પ્રજાપતિ જલ્પ પણ તાલીમ મેળવશે  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.