સાબરકાંઠા જિલ્લાની 28-ઇડર વિધાનસભાબેઠકમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ" અવસર રથ " ભ્રમણ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ સંદેશ પ્રસરાવીરહ્યો છે - At This Time

સાબરકાંઠા જિલ્લાની 28-ઇડર વિધાનસભાબેઠકમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ” અવસર રથ ” ભ્રમણ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ સંદેશ પ્રસરાવીરહ્યો છે


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહી નો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે અવસર રથ સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સક્રિય ભાગીદારીથી ઊંચું મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

જે અંતગત સાબરકાંઠા જિલ્લાની  28-ઇડર  વિધાનસભા બેઠકના ભદ્રેસર, જવાનપુરા, ઇડર સીટી, વડાલી સીટી, કંજેલી, ડોભાડા, વાસણ સહિતનાં વિવિધ ગામોમાં આ રથ ભ્રમણ કરી રહ્યો છે લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.મતદાન  જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી અને ઉત્સાહ પૂર્વક રથના વધામણાં કર્યા હતા. આ અવસર રથ આજે 29- ખેડબ્રહ્મા( અનુસૂચિત જન જાતિ )વિધાનસભા બેઠક ખાતે ભ્રમણ કરશે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.