ખારા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાવવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ રૂ.૪૬,૪૦૦ભરી પાણી છોડાવ્યું
બાટવા ખારા ડેમમાંથી દર વર્ષની આ વર્ષે પણ રવિ પાક માટે સિંચાઈ માટેનું પાણી છોડાવવાની ધારાસભ્ય એ કરેલ રજૂઆત સફળ.
ગોસા(ઘેડ) તાં. ૦૨/૦૧/૨૫
૮૪ કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મત વિસ્તાર ના લોકો માટે અને ખેડૂતો માટે ખારા લોક પ્રહરી રહ્યા છે. આ વિસ્તારની જનતા અને ખેડૂતો ને જયારે પણ કોઈ પણ પ્રશ્ન કનડતો હોય ત્યારે તેઓની પડખે હંમશા હમદર્દ રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષ થી પણ વધુ ખેડૂતો ને સિંચાઈ ની જરૂરિયાત પડે ત્યારે કાંધલભાઈ જાડેજા તેઓની વ્હારે આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ ઓણ સાલ પણ ખેડૂતો ને સિંચાઈ પ્રત્યે પડતી પાણી ની અગવડતા હલ કરવા બાટવા ખારા ડેમમાંથી કુતિયાણા જ એક જ નહીં પણ માણાવદર વિસ્તરના ખેડૂતોને પણ સિંચાઈ નો લાભ મળે તે માટે બાંટવાના ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા રવિ પાકો ને ફાયદો થશે. ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર ભરવાની થતી રૂ.૪૬.૪૦૦ની રકમ ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ પોતાના ખર્ચે ચુકવી આપતા ખેડુતવર્ગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ઘારાસભ્ય કાંઘલ જાડેજા ની રજુઆતથી આજ રોજ તા. ૦૨/૦૧/૨૫ ના પાણી છોડવામાં આવ્યું છે. જેનો માણાવદર અને કુતીયાણા પંથકના ૧૨ થી વઘુ ગામોના ખેડુતોએ વાવણી કરેલ ચણા, ઘઉં જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડુત વર્ગને થશે તેમ ખેડુત આગેવાનો જણાવી રહયા છે.
જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાં થી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે કુતિયાણા વિસ્તારના લોકલાડીલા પાણીદાર નેતા અને ઘારાસભ્ય કાંઘલભાઇ જાડેજા દ્રારા સરકારમાં રજુઆત કરી હતી. અને રજુઆત બાદ પાણી છોડવાની મંજૂરી મળતા ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની રૂ.૪૬.૪૦૦ રકમનું ચુકવણું પણ ઘારાસભ્યએ ખરા અર્થમાં લોકજન પહરી બની પોતાના ખર્ચે જૂનાગઢ સિંચાઈ વિભાગના પેટા સિંચાઈ વિભાગ બાંટવા ખારા ડેમની ઓફિસે આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર ડી.એન. સોલંકી સમક્ષ ભરી આપતાં જેના પગલે આજ રોજ બાંટવા ખારા ડેમમાંથી ૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલીને ૨૦ એમ.સી.એફટી. પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમમાં થી સિંચાઇ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ,એકલેરા,ભલગામ, થાપલા , સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ,ગરેજ જેવા બાર થી વઘુ ગામોમાં ખેડુતોએ અંદાજે ૬૦૦ હેકટર જમીનમાં વાવણી કરેલ ચણા, ઘઉં સહિતના રવિ પાકોને ફાયદો થશે. જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ અને હજુ પણ ખેડૂતોની માંગણી હોય સરકારમાં મોકલી આપેલ છે.અને મજૂરી મળ્યે નિયમોનુસાર રકમ ભરપાઈ થયે ફરી પણ પાણી છોડવામાં આવશે. ત્યારે કુતિયાણા વિધાન સભા મત વિસ્તરના ગામના સરપંચો અને ખેડુતોએ સિંચાઇ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવયા હતા.
આ તકે સરપંચો અને ખેડૂતોએ જણાવેલ કે, ખેડુતોના હિતમાં સાચા લોકપ્રતિનિઘિ તરીકેની ફરજ કુતીયાણાના અમારા લોક લાડીલા ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ નિભાવી છે.અને આવા ધારાસભ્ય ગુજરાતમાં ૨૮૨ ધારાસભ્યો માના એક છે કે જે છેલ્લા ૧૨ વર્ષ થી વધુ સમયથી પોતાના ખર્સે ખેડૂતો માટે સિંચાઈ ના ભરવાના થતા રૂપિયા દર વર્ષે પોતે ભરી અને ખરા સમયે ખેડૂતોને સિંચાઈ કરવા માટે ડેમોમાં થી પાણી છોડાવી ખરા લોકપ્રહરી બન્યા છે. જે ગુજરાતમાં આવા નેતાની તુલનામાં એક પણ ધારાસભ્ય આવો નહીં હોય જેનો અમોને ગર્વ છે.અને અમો ધરાસભ્ય કાંધલભાઈ જાડેજાનો જેટલો પણ આભાર માનીએ તે ઓછો પડે છે. તેમ કુતિયાણા મત વિસ્તારના ખેડૂતો. મતદારો. ગ્રામજનો જણાવી રહ્યા છે. બાટવા ખારા ડેમના પાણી છોડવવા બાબત એવુ પણ કટાક્ષમા કહેલ કે અત્યારે સાંસદ હોય કે અન્ય ચૂંટાયેલા જન પ્રતીનિધિ હોય માત્ર રજુઆત કરેલ હોય પણ ખાલી રજુઆત થી પાણી છોડવામાં આવતું નથી. રજુઆતો કરવાથી વહેકાઈ નથી તેના માટે તો ભોગ આપવો પડે અને ઘરના પૈસા વાપરવા પડે. એતો આમારા લોકડાડીલા નેતા કાંધલભાઈ જાડેજા જ આવું કરી શકે. બાકી તો કામ થાય કે પાણી છોડવામાં આવે એટલે લીંમડ જશ લેવા જણાવે કે ફલાણા નેતાએ રજુઆત કરતા પાણી છોડવામાં આવેલ.પાણીછોડવવામાં ખરા યશના ભાગીદારી તો આમારા નેતા કાંધલભાઈ જોડેજા જ છે. તેમ કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના લોકો જણાવી રહ્યા છે
રિપોર્ટર.વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.