રૈયા રોડ વિદ્યુતનગર નજીક સદગુરૂ હોલની સામે સામસામી મારામારી:ચાર ઘવાયા - At This Time

રૈયા રોડ વિદ્યુતનગર નજીક સદગુરૂ હોલની સામે સામસામી મારામારી:ચાર ઘવાયા


રૈયારોડ ગોલ્ડ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-202માં રહેતા સત્યજીતસિંહ જયેદ્રસિંહ ગોહેલ(ઉ.વ.28)એ ફરિયાદમાં મહમદ,સબીર,સમીર,અયાન અને હમીર નું નામ આપતા તેઓની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સત્યજીતસિંહએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ સોલાર રૂફ ટોપનો વેપાર કરું છું.ગઈકાલ બપોરના અમારા નવા ટેનામેન્ટનું ક્ધટ્રક્શન કામ ચાલતુ હોય જે વિદ્યુતનગર-3 ની કોર્નરમાં સદગુરૂ હોલની સામે રામેશ્વર મેઇન રોડ ખાતે બને છે.ત્યા હુ ગયો હતો અને મારા મોટા બહેન ખ્યાતીબેન તથા મારા માતા ભાવનાબા એમ ત્રણેય અમારા ઘર ખાતે હાજર હતા અને ઘરની બહાર રોડ પર એક ટોળું અંદરોઅંદર ગાળા ગાળી કરતા હતા.જે જોઇને તુરત ત્યા જઇને આ અજાણ્યા શખ્સોને અહી મારા ઘરે મહીલાઓ છે તમે ગાળો ના બોલો તેવુ કહેતા મહમદભાઇ મારી પાસે આવીને ઉશ્કેરાઇ જઇ કહેવા લાગેલ કે રોડ ક્યા તારો છે અમે તો અહીજ ઉભા રહેશુ તેમ કહી તેના સાથેના ચાર થી પાંચ લોકો મારી સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી.
જેથી મારા માતા તથા બહેન વચ્ચે પડતા આ શખ્સો ઉશ્કેરાઇ અમારા ઘરના ક્ધટ્રક્શનની ઈંટો ત્યાં પડી હતી.જે ઈંટો લઇને મને તથા મારા બહેન તથા મારા માતા ને છુટા ઇંટના ઘા કરવા લાગ્યા હતા.જેથી અમે અમારા ઘરમાં જવા જતા હતા ત્યારે મહમદે ઇંટ મારતા મારી બહેન ખ્યાતીના પગમા લાગી જતા ઇજા થઈ હતી અને મને પણ ખંભાની પાછળ ના ભાગે ઇંટ વાગી ગઈ હતી અને સબ્બીર,સમીર,અયાન,હમીર આ લોકો ગાળો બોલી ઈંટો ના ઘા કરતા હતા.
જ્યારે સામાંપક્ષે રૈયાધાર રાણીમાં રુડીમાં ચોકમાં રહેતા મહમદભાઇ અજીતભાઇ મોકરસી(ઉ.22)એ ફરિયાદમાં સત્યજીતસિંહ અને તેમના બહેન સામે ફરિયાદ નોંધાવી હતી.મહમદભાઈએ જણાવ્યું હતું કે,હું પરીવાર સાથે રહું છું અને મારા પિતાજીની સાથે ફેબ્રીકેશનનું મજુરી કરું છું.તા.26/01/2023 ના બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા લઈને ડીલાઈટ પાર્ટીપ્લોટ કાલાવડ રોડ ખાતે જતો હતો ત્યારે મારી રીક્ષામા પંચર પડી જતા હું તથા મારી સાથે કેટરસના છોકરાઓ અને સદગૂરૂ હોલમાથી ત્રણ છોકરાઓ લેવાના હોય જેથી હું ત્યા હાજર હોય અને અમે બધા ત્યા રાહ જોઈ ને ઉભા હતા અને તે દરમ્યાન સત્યજીતભાઈ મારી પાસે આવી મને કહેવા લાગ્યા કે અહીયા મારા ઘરની સામે શું ઉભા છો તેમ કહીને ઝઘડો કરી સત્યજીતભાઈ અને તેમના બહેને ધોકા વડે મારી ઇજા પહોંચાડી હતી.આ સામસામી મારામારીમાં ચાર વ્યક્તિ ઘવાયા હતા.તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.