વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે ગ્રામસભા યોજાઈ.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગીર ખાતે આજે તારીખ 19/1/23 ના રોજ ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેમપરા ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ સોજીત્રા તેમજ તલાટી મંત્રી ઠુંમર સાહેબ તથા ગ્રામ પંચાયત સદસ્યોં તેમજ icds વિભાગ માંથી આંગણવાડી સુપરવાઈઝર તથા આંગણવાડી કાર્યકર બહેનો તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા તેમજ પ્રેમપરા ગામના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ ગ્રામસભામાં ખાસ જિલ્લામાંથી કામગીરી માટે રોકાયેલા લાયઝન અધિકારી તરીકે રીજીયોનલ ઓફિસરશ્રી પ્રદુષણ નિયઁત્રણ બોર્ડ જૂનાગઢ હાજર રહ્યા હતા.આ ગ્રામસભામાં આરોગ્યલક્ષી, વીજળી, અને રસ્તાને લગતા અને શિક્ષણને લગતા પ્રસ્નો ઉપર ખાસ ધ્યાંન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ રામભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, ગામના લોકો સરકાર તરફથી મળતી કોઈપણ સહાયથી વંચિત ના રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.