જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કમળાપુરમાં પ્રાકૃતિક ખેડૂત મહાસંમેલન યોજાશે

જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કમળાપુરમાં પ્રાકૃતિક ખેડૂત મહાસંમેલન યોજાશે


જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કમળાપુરમાં પ્રાકૃતિક ખેડૂત મહાસંમેલન યોજાશે

તારીખ 20.01.2023 ને શુક્રવારે સાંજે 7:30 કલાકે સરસ્વતી વિદ્યાલય ખાતે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ યાત્રા અંતર્ગત ખેડૂત સભા નું આયોજન કમળાપુર ખાતે રાખવામાં આવેલ છે. જળ રક્ષા, ચેકડેમો, તળાવો ઊંડા કરવા, ગાય આધારિત સરળ સફળ ખેતી કેમ કરવી, નજીવા ખર્ચે જંગલ નિર્માણ, વ્યસન મુક્તિ, અને દિવ્ય ગ્રામ નિર્માણનું પ્રેરક વક્તવ્ય જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયા આપશે. અને આ તકે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આ સંમેલનમાં સન્માન કરવામાં આવશે.
કિસાન જમીનનો માલિક બની રહે તથા ગામડા રોજગાર અને સમૃદ્ધિના કેન્દ્ર બને તે ઉદેશ્ય સાથે જળક્રાંતિ દ્વારા કમળાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવું જળપ્રાંતિ ટ્રસ્ટ અને કાર્યક્રમના આયોજક મૈત્રી યુવા ગ્રુપ અને મહિદાદ ફાર્મર પ્રોડ્યુસર કંપની કમળાપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »