રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા, સંતાનોને વ્હાલ કરી કેદીઓ ખુશ થયા - At This Time

રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા, સંતાનોને વ્હાલ કરી કેદીઓ ખુશ થયા


ભાઈબહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આજે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. આ માટે જેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઇને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.