ઈમિટેશન માર્કેટનું ટર્નઓવર 30 કરોડ, કપડામાં રોજ રૂ. 3 કરોડનો વેપાર : 2500 વાહનનું બુકિંગ
બે વર્ષ બાદ પાબંદી વિના ઉજવણીને મંજૂરી મળતા લોકો મનભરીને તહેવારને માણશે, રાખડીનો સ્ટોક ખાલી થઈ ગયો
શ્રાવણ મહિનો આવતા જ બજારમાં તહેવાર અને ખરીદીનો માહોલ શરૂ થયો છે. રવિવારથી બજારમાં ખરીદીનું પ્રમાણ વધ્યું છે. આ ખરીદી દિવાળી સુધી ચાલશે. સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી માર્કેટ સહિત દરેક બજારમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે.
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને અનુસંધાને રાજકોટમાં 2500 ટુ-ફોર વ્હિલરની ખરીદી થશે. જ્યારે છેલ્લા બે વર્ષથી ઇમિટેશન માર્કેટમાં જે ખોટ થતી હતી. તેની સરભર આ વખતે થઇ હોવાનું વેપારીઓ જણાવે છે. તહેવારમાં ઈમિટેશન માર્કેટનું ટર્નઓવર રૂ. 30 કરોડે પહોંચ્યું છે. રાજકોટની કાપડ બજારમાં રોજનો રૂ. 3 કરોડનો વેપાર થવાનો અંદાજ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસો.ના પ્રમુખ હિતેષભાઈ અનડકટ જણાવે છે. રૂ. 5 હજારથી લઇને રૂ. 50 હજાર સુધીની કિંમતની સોના-ચાંદીની રાખડીની ખરીદી બહેનોએ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.