રાજકોટમાં 1751% સુધી જંત્રી દર વધારવા 97 અરજી
બિલ્ડર્સ નવી જંત્રીનો વિરોધ કરી રહ્યા છે અને અમુક અરજદારોએ પોતાના વિસ્તારમાં જંત્રીનો દર વધે તેવા સૂચન કર્યા
લીમડા ચોક, કાલાવડ રોડ, નાનામવા, મોટામવા, રણછોડનગર અને સંત કબીર રોડ સહિતના વિસ્તારોમાં જંત્રી વધારવા માગણી
રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી જાહેર કરાતા અને તેમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 9000 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાતા ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો અને જબરો વિરોધ આવતા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે દરેક જિલ્લામાં વાંધા અરજીઓ મગાવવાનું શરૂ કરતાં રાજકોટ જિલ્લામાં 910 વાંધા અરજી કલેક્ટર તંત્ર સમક્ષ સબમિટ થઇ છે. જ્યારે શહેરમાં ઊલટી ગંગા જેવા કિસ્સા જોવા મળ્યા છે અને જંત્રી દર વધારા સામે નહીં, પરંતુ ઘટાડા સામે વાંધો લઇ પોશ વિસ્તારોમાં 97 જેટલા અરજદારે જંત્રી દર વધારવા અરજીઓ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
