માનવ કલ્યાણ યોજના હેઠળ વાણંદકામની કીટ મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડતા જયેશભાઈ વાઘેલા - At This Time

માનવ કલ્યાણ યોજના હેઠળ વાણંદકામની કીટ મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડતા જયેશભાઈ વાઘેલા


સરકારશ્રીની લોકોપયોગી યોજનાને કારણે આજે મારા જેવાં અનેક લોકો ઉન્નત મસ્તક સાથે જીવન જીવી રહ્યાં છે : લાભાર્થી

રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો પણ આત્મનિર્ભર બને અને પ્રત્યેક જરૂરિયાતમંદ વ્યક્તિને સ્વરોજગારી પુરી પાડવાનાં આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે, ત્યારે બોટાદ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં માનવ કલ્યાણ યોજના હેઠળ સહાયનો લાભ મેળવી બોટાદનાં વતની જયેશભાઈ કાનજીભાઈ વાઘેલાએ પણ આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું, મારે રોજગાર માટે સહાયની ખૂબ જરૂરિયાત હતી, લોન લઇ શકું તેવી મારી પરિસ્થિતિ ન હતી ત્યારે આજે મને રાજ્ય સરકારશ્રીનાં આ ગરીબ કલ્યાણ મેળા થકી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વાણંદકામની કીટ મળી છે. આ સાધન સહાયનાં કારણે હવે હું મારી જાતે જ રોજગારનું સર્જન કરી મારા અને મારા પરિવારનું પાલનપોષણ કરી શકીશ. સરકારશ્રીની આ સહાયથી મને કામકાજમાં ખૂબ જ મદદ મળશે. હું સરકારનો આભાર માનું છું. સરકારશ્રીની આવી લોકોને ઉપયોગી થતી અનેક યોજનાને કારણે આજે મારા જેવાં ઘણાં લોકો ઉન્નત મસ્તક સાથે જીવન જીવી રહ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.