સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ હિમાચલ પ્રદેશના માઇ ભક્તોએ ચાંદીની પાલખીમાં માતાજી સાથે માતૃ વંદના કરી - At This Time

સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ હિમાચલ પ્રદેશના માઇ ભક્તોએ ચાંદીની પાલખીમાં માતાજી સાથે માતૃ વંદના કરી


સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ હિમાચલ પ્રદેશના માઇ ભક્તોએ ચાંદીની પાલખીમાં માતાજી સાથે માતૃ વંદના કરી

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજરોજ હિમાચલ પ્રદેશના સીમલા ના 325 થી વધુ માતાજીના ભક્તોએ સંધે સીમલા ના મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન, ધૂન અને સોમનાથનાં દર્શન કરી ધન્યતા અનુભવી.

છ બસ અને બે કારમાં હિમાચલ પ્રદેશથી આવેલા આ યાત્રિકો અહીંથી દ્વારકા જવાના થયા તેઓ આ પરંપરા છેલ્લા 22 વર્ષથી બનાવી રહ્યા છે તેમાં દર વર્ષે અલગ અલગ તીર્થ ધામ હોય છે.

સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ ચાંદીના રથ પાલખીમાં માતાજી વિરાજમાન કરાવી ભાઈઓ બહેનોએ હિમાચલ પ્રદેશની પરંપરાગત મુજબ ધૂન, કીર્તન, ખંજરી, કરતાલ અને ઢોલકને સહારે લઈ ધર્મમય વાતાવરણ સર્જી દિવ્ય અનુભવતિ કરાવી. યાત્રાપુરી થયા બાદ આ ચાંદીની પાલકી રથના માતાજીને કરી હિમાચલ પ્રદેશના તેના આસ્થા મંદિરમાં બિરાજમાન કરી યાત્રા સમાપન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.